Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

લમ્પી ચર્મ રોગ વાઈરસને કાબૂમાં લેવા માટે કચ્છ જિલ્લામાં તાલુકાકક્ષાએ નોડલ અધિકારી કાર્યરત

ભુજ :કચ્છ જિલ્લામાં અત્યારે ગાય-ભેંસ સંવર્ગના પશુધનમાં વ્યાપી રહેલા લમ્પી ચર્મ રોગ વાઇરસને કાબૂ લેવા માટે કચ્છ જિલ્લામાં તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નોડલ અધિકારી તરીકે ભુજ તાલુકા માટે ડૉ.ડી.જે. ઠાકોર (મો.નં.૯૪૨૭૦૦૩૧૧૦)નખત્રાણા અને લખપત તાલુકા માટે ડૉ. આર.યુ.ચૌધરી (૯૯૨૫૫૪૧૯૮૨)અબડાસા માટે ડો. મહેંદ્રસિંહ ચૌહાણ (૬૩૫૩૧૧૮૧૪૧)માંડવી અને મુંદ્રા માટે ડો. વી.ડી. રામાણી (૯૮૭૯૧૨૧૩૫૯)અંજાર અને ગાંધીધામ માટે ડૉ. ગિરીશ પરમાર (૯૮૨૫૫૯૧૪૭૩)રાપર અને ભચાઉ તાલુકા માટે ડૉ.નીલેશ પટેલ (૯૯૨૫૩૨૭૭૮૫) ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લાના નોડલ અધિકારી તરીકે  ડો.એચ.એમ. ઠક્કરનાયબ પશુપાલન નિયામકજિ.પ. – ભુજ (૯૪૨૬૭૧૪૯૧૯) અને સહ નોડલ અધિકારી તરીકે ડો. એ. એસ. પરમાર  (૯૯૦૯૬૭૪૮૧૨)ની નિમણૂક કરાયેલી છે.

(11:49 pm IST)