Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

આમ આદમી પાર્ટી મોરબીમાં વધુ ૫૦ યુવાનો જોડાયા

ઉમા ટાઉનશીપ મોરબીના ૫૦ જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા

મોરબી ; ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવવા આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે સંગઠન મજબુત બનાવવા યુવાનોને મોટી સંખ્યામાં જોડવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત મોરબીમાં આમ આદમી પાર્ટીમાં વધુ ૫૦ યુવાનો જોડાયા છે

દેશમાં પરિવર્તનની રાજનીતિ કરવા માટે આમ આદમી પાર્ટી દેશના તમામ રાજ્યમાં પોતાના કાર્યકરોમાં દિવસે ને દિવસે વધારો કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબીમાં પણ યુવાનો જોડાય રહ્યા છે. જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને યુવા નેતા પંકજભાઈ રાણસરિયાની આગેવાનીમાં ઉમા ટાઉનશીપ મોરબીના ૫૦ જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

(11:55 pm IST)