Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પોરબંદર જિલ્લામાં યુવા ઉત્‍સવ

પોરબંદર,તા. ૨૫ : રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદર દ્વારા સંચાલિત યુવા ઉત્‍સવ ૨૦૨૨-૨૩ આગામી દિવસોમાં યોજાનાર છે. જેમાં પોરબંદર જિલ્લાના કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથમાં ત્રણ વિભાગ રહેશે. ૧૫ થી ૨૦ વર્ષ ‘અ' વિભાગ, ૨૦ થી ૨૯ વર્ષ ‘બ' વિભાગ, ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ યોજાશે.

તાલુકા કક્ષાએથી વકૃત્‍વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્‍ય લેખન, દુહા છંદ ચોપાઇ,લોકવાર્તા, સર્જનાત્‍મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાદ્ય, ભજન, સમૂહગીત, એક પાત્રીપ અભિનય આ તમામ સ્‍પર્ધા ઓનલાઇન થવાની હોય જેથી ડીવીડી/પેન ડ્રાઇવથી મોકલવવાની રહેશે.

ઉપરાંત સીધી જિલ્લા કક્ષાએથી લોકનૃત્‍ય, લોકગીત, એકાંકી (હિન્‍દી/અંગ્રેજી), શાષાીય કંઠય, સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ, ગીટાર, શાષાીય નૃત્‍ય,ભરતનાટયમ, શાષાીય-મણિપુરી, શાષાીય નૃત્‍ય ઓડીસી, શાષાીય નૃત્‍ય-કથ્‍થક, શાષાીય નૃત્‍ય કુચીપુડી, શીઘ્ર વકૃત્‍વ (હિન્‍દી-અંગ્રેજી) તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્‍યકક્ષા સ્‍પર્ધાના સ્‍તર રહેશે. યુવા ઉત્‍સવ -૨૦૨૨-૨૩માં ઓફલાઇન સ્‍પર્ધામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ‘ગાંધી સ્‍મૃતિ ભવન' કનકાઇ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતેથી ફોર્મ મેળવી આધારકાર્ડની નકલ સાથે સામેલ રાખી તા. ૫ ઓગસ્‍ટ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ‘ગાંધી ર્સ્‍મૃતિ ભવન' કનકાઇ માતાના રહેશે. તેમજ ઓનલાઇન સ્‍પર્ધામાં ભાગ લેવા માટે ઉમદેવારોએ પોતાની કૃતિની ડીવીડી/પેન ડ્રાઇવમાં વિડીયો કલીપ બનાવી (વિડીયો કલીપમાં નામ, સરનામું તારીખ, સમય વયગ્રુપનો ઉલ્લેખ કરવો ફરજીયાત છે.) તા. ૫ ઓગષ્‍ટ સુધીમાં અત્રેની કચેરી ખાતે મોકલી આપવા યાદીમાં જણાવાયું છે. 

(10:17 am IST)