Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ઉના નજીક મછૂન્‍દ્રી ડેમ ઓવરફલોઃ ૧૬ ગામોને ચેતવણી

(નવીન જોશી દ્વારા) ઉના તા. રપ :.. ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન પીવાનું સિંચાઇનું પાણી પુરૂ પાડતાં જંગલમાં કોદીમા ગામ પાસે આવેલ મચ્‍છૂન્‍દ્રી ડેમ ઓવર ફલો થયો છે.
આ ડેમ હેઠળ આવતા રસુલપરા, કોદીયા, દ્રોણ, જુડવડલી, મેણ, ગુંદાળા, ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપૂત રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર  ન કરવા સુચના અપાઇ છે.

 

(11:42 am IST)