Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

દ્વારકાની મુલાકાતે આવેલા ભુપેન્‍દ્રભાઇ પટેલ પાસે મંદિરના રાજભોગ ભંડાર પુનઃ રજૂઆત

આ પ્રશ્ને વારંવાર રજૂઆતો થયેલ છે છતા આકોલોજીના તંત્રની ઊંઘ ઉડતી નથી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. રપ :.. વિશ્વ વિખ્‍યાત હિન્‍દુ દેવ મંદિરોના આસ્‍થાના પ્રતિક એવા ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પરિસરમાં આવેલ ભગવાનના (રસોઇ ઘર) ભોગ ભંડારની હાલત અતિ જર્જરીત હોય જેના કારણે રોજના બસ્‍સો વ્‍યકિતઓ ઉપર મોતનો ભય રહે છે. ગઇકાલે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની દ્વારકા મુલાકાત વખતે દ્વારકાધીશ મંદિરના પુજારી પરીવારના પ્રમુખ મુરલીભાઇએ પણ ભોગ ભંડારને પ્રશ્ને વિગત વાર રજૂઆત કરી વર્ષો જુના ભોગ ભંડારની કથિત વર્તમાન સ્‍થિતિ મુજબ કાચા સ્‍કટ્રચરનું આ બિલ્‍ડીંગ લગભગ પ૦૦ વર્ષ પહેલાનું ચુના પથ્‍થર અને છત ઉપર લાકડાના પેઠીયા અને કાચા ચણતરનું બનેલું છે.
જેથી બિલ્‍ડીંગની તમામ ઉપયોગમાં લેવાયેલ માલ સામાન હવામાનની ખારાશ અને વેલીડીટી પૂરી થતા નસ્‍ટ થયેલ છે. હાલમાં આ બિલ્‍ડીંગમાંની છતમાં મસ મોટા ગાબડા પડી જતા વારંવાર છતમાંથી છૂટા પડતા પથ્‍થરો વૈષ્‍ણવતથા પુજારી પરિવાર અને રસોઇ બનાવતા બ્રહ્મપુત્રો ઉપર પડે છે અને નાના નાના અકસ્‍માતો સર્જાય છે રસોઇ ઘરમાં ઠાકોરજીના મનોરથ કરતા વૈષ્‍ણવ પરિવારને  પ્રસાદ માટે અન્‍ય કોઇ જગ્‍યા ન હોવાથી પ્રસાદ ઘર માં જ પ્રસાદ ભોજન આરોગવા માટે સ્‍થાન આપવામાં આવે છે જેથી વૈષ્‍ણવ પરિવાર ઉપર પણ અકસ્‍માતનો ભય રહે છે રસોઇ ઘરમાં ભગવાનના આખા દિવસના ૧૧ ભોગની સામગ્રી બનાવવામાં આવે છે.
ભોગ ભંડારના પુનઃ નિર્માણ માટે તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ સમક્ષ પુજારી પરિવારના પ્રમુખ મુરલીભાઇએ રૂબરૂ દ્વારકાધીશ મંદિરની મુલાકાત વખતે કરી છે પરંતુ દુઃખની વાત છે કે મુખ્‍યમંત્રીઓ તો બદલી ગયા પરંતુ મુરલીભાઇ રજૂઆત કરનાર પુજારી પરિવારના પ્રમુખ આજે પણ પ્રમુખ છે અને ભોગ ભંડારના પ્રશ્ને શાંતિથી હસ્‍તા મુખે રજૂઆત કરે છે ગઇકાલે પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને માત્ર ને માત્ર ભોગ ભંડારના પુનઃ નિર્માણની વાત કરી હતી.

પરિમલભાઇ અને ધનરાજભાઇ નથવાણી પણ પ્રશ્ન હલ કરવા ઉત્‍સુક
દ્વારકા તા. રપ :.. આર્કોલોજી પરવાનગી આપે તો રિલાયન્‍સના અનંત અંબાણી ભોગ ભંડાર બનાવી આપવા તૈયાર છે પરિમલભાઇ અને ધનરાજભાઇ ભંડારના નિર્માણ કાર્ય માટે ઉત્‍સુકત છે. દ્વારકાધીશ મંદિર પરિસરના ભોગ ભંડારની મુલાકાતે આવેલ રિલાયન્‍સના અનંત અંબાણી પાસે પુજારી પરિવારે ભોગ ભંડારના પુનઃ નિર્માણ કરવાની માંગ કરતા અનંત અંબાણી પુનઃ એ નિર્માણ કરી આપવાનું પણ જણાવ્‍યું છે જેના માટે પરિમલભાઇ નથવાણી અને ધનરાજભાઇ નથવાણી પણ ઉત્‍સુક છે. પરંતુ આર્કોલોજીની પરમીશનના કારણે પ્રશ્ન ઉભો રહી ગયો છે. (તસ્‍વીર : દિપેશ સામાણી-દ્વારકા)

 

(10:55 am IST)