Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પોરબંદરમાં મોબાઇલ ઝૂંટવી જનારી ત્રિપૂટીને ઝડપી લેતી પોલીસ

પોરબંદર તા. રપઃ તાજેતરમાં પોરબંદર શહેરમાં સામાન્‍ય લોકોના મોબાઇલ ચાલુ બાઇક પર આંચકી (ઝુંટવી) ને લઇ જતી એક ટોળકી સક્રિય થયેલ હોય જેઢઓએ ગત તા. ૧૦/૦૭/ર૦રર ના રોજ એક દિવ્‍યાંગ વ્‍યકિતનો મોબાઇલ સુતારવાડા નાગદેવતાના મંદિર પાસેથી આંચકી (ઝુંટવી) ને લઇ ગયા અંગેની તથા તા. ૧૮/૦૭/ર૦રર ના રોજ એક સગીર બાળકનો મોબાઇલ જમાદાર ફળીયા વાળો રોડ પરથી આંચકી (ઝુંટવી) ને લઇ ગયા અંગેની ફરીયાદ કીર્તિમંદિર પો. સ્‍ટે.માં દાખલ થયેલ હોય જે બાબતે જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર પોરબંદર પોલીસ અકિક્ષક ડો. રવી મોહન સૈની કીર્તિમંદિર પોલીસ સ્‍ટેશન તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં થયેલ આવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એન. રાઠવા કીતિમંદિર પી.આઇ. વી. પી. પરમારના માર્ગદર્શન હેઠટળ કીર્તિમંદિર પો. સ્‍ટે. સર્વેલન્‍સ સ્‍ટાફના પી.એસ.આઇ. બી. એસ. ઝાલા તથા પો. હેડ કોન્‍સ. ગીરીશભાઇ રાજાભાઇ ભરડા, બી. પી. કારેણા, એલ. એમ. ઓડેદરા તથા પો. કોન્‍સ. જીતુભાઇ રાજનીશભાઇ તથા અરવીંદ કાનાભાઇ શામળા સાથે કમલાબાગ પો. સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍ટાફના એ.એસ.આઇ. બી. એલ. વિંઝુડા તથા પો. કોન્‍સ. ભીમશીભાઇ પરબતભાઇ, વિજયભાઇ જેન્‍તીલાલ તથા અક્ષયસિંહ જગતસિંહ એ હ્યુમન સોસીંસ તથા પોકેટ કોપ તથા જિલ્લા કમાન્‍ડ કન્‍ટ્રોલ રૂમના નેત્રમ પ્રોજેકટના પો. સબ ઇન્‍સ. પી. આર. પટેલની ટીમની મદદ મેળવી સી.સી. ટી.વી. ફુટેજ આધારે ત્રણ ઇસમો મોબાઇલ જુ઼ંટવી નાસતા દેખાતા પો. કોન્‍સ. જીતુભાઇ રાજશીભાઇ મારફતે તેમની ઓળખ કરતા તેમાંનો (૧) જયદીપ બાબુભાઇ ચાવડા ઉ.વ. રર કોળી ધંધો-મજુરી રહે. છાયા ગીતાનગર મારૂતી પાનની સામેની ગલીમાં ‘‘ચામુંડા કૃપા'' પોરબંદર તથા નં. (ર) ઇરફાન ઉર્ફે ઇફલો બાઠીયો ઇકબાલભાઇ રૂંજા ઉ.વ.ર૧ ધંધો-મચ્‍છીનો રહે. ચુનાના ભઠ્ઠા પાસે અસરફીનગર પાસે પોરબંદર તથા નં. (૩) અકીલ ગુલામહુસેન શેખ ઉ.વ. ર૦ ધંધો-મજુરી રહે. ઠકકર પ્‍લોટ રહમાની બીલ્‍ડીંગ લુવાણા દવાખાના સામે પોરબંદર વાળાઓ હોવાની ઓળખ કરી તેઓને મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.  

 

(11:48 am IST)