Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ટંકારામાં કામધેનુ એનિમલ કેર સેન્‍ટર શરૂ

 ટંકારા : તાલુકાના લજાઈ ગામે કામધેનુ એનિમલ કેર સેન્‍ટર શરૂ કરાયેલ છે. અત્‍યારે ગૌમાતા અને ગૌવંશો પર લંપી નામનો જે રોગ આવ્‍યો છે તે રોગમાં પશુઓના શરીરમાં ફોડલાઓ થાય છે. તે ફોડલાઓ ફુંટિયા પછી લોહી વહે છે અને અત્‍યંત પીળા થાય છે. લંપીના કારણે અનેક પશુઓ મોતને ભેટયા છે. લજાઈ ગામના ગૌપે્રમી અને ગૌ સેવકો દ્વારા લંપીમાં રોગમાંથી બહાર લાવવા માટે અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેમાં પાણી, નીરણ, મેડિકલ સારવાર જેવી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. કામધેનુ એનિમલ કેર સેન્‍ટરમાં ગૌવંશનું ખાસ ધ્‍યાન રાખી અને તેનો જીવ બચે તે માટે વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

 

(11:50 am IST)