Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

લાઈફ સંસ્‍થા દ્વારા મોરબીના ખરેડા ગામમાં શાળાનો વર્ચ્‍યુઅલ શિલાન્‍યાસ કરાયો

મોરબી તા.૨૫: વિશ્વના ભિન્ન ભિન્ન દેશો માં રહેતા ગુજરાતી વતન પ્રેમ અને દેશપ્રેમની જ્‍યોત દાનની અવિરત સરવાણી વહાવીને વ્‍યક્‍ત કરતા હોય છે. એમાંય શૈક્ષણિક સંકુલ માટે નું દાન એટલે ભવિષ્‍યના ભારતને ઘડવાની આધારશીલા રાખવી. આવું જ ઉદાત્ત કાર્ય ‘લાઈફ' સંસ્‍થા અવિરત કરતી રહી છે જે કાર્યમાં  ખરેડા ગામમાં લાઈફ સંસ્‍થાના દાતાઓના આર્થિક સહયોગથી ખરેડા તાલુકા શાળાના કાર્યક્રમનું શિલાન્‍યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું.
જેમાં મોરબી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઇ ગરચર, બીઆરસી કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, બીટ કેની  ભોજાણી  સરપંચ શૈલેષભાઈ ગોસ્‍વામી, ઉપસરપંચ વાસુદેવભાઈ ચાડમિયા તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્‍થિતિ રહી.
આ પ્રસંગે ડી.પી.ઈ.ઓ વિડજાએ લાઈફ સંસ્‍થાનો આભાર -કટ કરતા એ વાતની પણ નોંધ લીધી કે મોરબી જિલ્લામાં સંસ્‍થા દ્વારા આ ૨૭ મી શાળાનું નિર્માણકાર્ય શરૂ થયું છે.
આ સમગ્ર કાર્યક્રમ પ્રોજેક્‍ટ લાઇફ ના શશીકાંતભાઈ તથા પ્રતિનિધિઓના સહયોગથી ઉજવવામાં આવ્‍યો. આ પ્રોજેક્‍ટ અંતર્ગત શાળાના ૧૨ વર્ગખંડ ઓફિસ અને કન્‍યા તથા કુમાર માટે અલગ સેનિટેશનની સુવિધા હશે આ ઉપરાંત શાળાના વર્ગખંડોને ડિજિટલ ટેકનોલોજીથી જોડવામાં આવશે સ્‍માર્ટ બોર્ડ, ટેબ્‍લેટ પણ પુરા પાડવામાં આવશે. અત્રે એ પણ નોંધનીય છે કે પ્રોજેક્‍ટ લાઈફના ૨૦૦૧ ના સંકલ્‍પ અનુસાર ૧૦૮ પૈકીની આ ખરેડા ગામમાં ૧૦૬ મી શાળાનો આજરોજ વર્ચ્‍યુઅલ શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો.

 

(11:51 am IST)