Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

વઢવાણ-૪, ધ્રાંગધ્રામાં બે કોરોનાના કેસ નોંધાયા

વઢવાણ,તા. ૨૫: વઢવાણમાં ચાર ધ્રાંગધ્રામાં૨ સહિત કોરોનાના કુલ ૬ કેસ નોંધાયા હતા. આ દિવસે ૩૭૮ બુસ્‍ટર ડોઝ સાથે કુલ ૩૮૭ લોકોએ રસી લીધી અને ૮ દર્દી સાજા થયા હતા. હાલ જિલ્લામાં ૩૩ એક્‍ટિવ કેસ રહ્યા હતા. રવિવારે એક દિવસમાં વઢવાણમાં-૪ અને ધ્રાંગધ્રામાં-૨ સહિત કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં હાલ કુલ ૧૧૨ કેસમાંથી ૭૯ લોકો સાજા થતા હાલ ૩૩ એક્‍ટિવ કેસ રહ્યા છે.

રવિવારે ૩૮૭ લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક ૩૧,૪૯,૧૬૦ પર પહોંચી ગયો હતો. અત્‍યાર સુધીમાં ૧૪,૭૮,૬૬૨ લોકોએ પ્રથમ તેમજ ૧૫,૭૯,૯૫૫ લોકોએ બીજો ડોઝ લીધો હતો. જયારે ૯૦,૫૪૩ લોકોએ બુસ્‍ટર ડોઝ મૂકાવ્‍યો હતો. કુલ રસીકરણમાં ૧૬,૩૭,૮૮૫ પુરૂષો તેમજ ૧૪,૨૦,૧૮૯ મહિલાઓએ રસી લીધી હતી. જેમાં કોવિશિલ્‍ડની ૨૪,૭૩,૨૮૪ અને કોવેક્‍સિનની ૫,૯૫,૭૨૯ લોકોએ ડોઝ લીધો હતો.

(11:56 am IST)