Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

શ્રાવણ માસ પ્રારંભ પુર્વે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટની અનોખી પહેલ

પ્રભાસ પાટણ : ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ પુર્વે કરોડો શિવભક્‍તોને નવી ભેટ ધરી છે. સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને  ‘સોમનાથ વર્તમાન'ના તંત્રી પ્રવીણભાઇ લહેરી કહે છે, છેલ્લા પાંચ વરસથી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દર માસે ‘સોમનાથ વર્તમાન' નામનું મેગેઝીન બહાર પાડે છે. જે ઓનલાઇન પણ વાંચી શકય છે. તેમાં પવિત્ર શ્રાવણ માસ પુર્વેના બહાર પડેલ જુલાઇના અંકમાં પ્રગટ થયેલા તમામ લેખોના મથાળે અથવા અંતમાં ક્‍યુઆર કોડ પ્રગટ કરવામાં આવ્‍યો છે. જે યુ ટયુબ કે ગુગલ ઉપર ડાઉનલોડ કરવાથી પસંદ કરેલો લેખ સાંભળી શકાશે. એટલે કે સોમનાથ મંદિરની ગતિવિધી વિષે માહિતી , ફોટોગ્રાફસ સાથે મેગેઝીન હવેથી ઓડિયો બુક ફોર્મેટમાં પણ પ્રગટ થતું રહેશે. ક્‍યુઆર કોડથી પ્રગટ થતાં તમામ લેખો સ્‍પષ્‍ટ વાંચીને રેર્કોડિંગ કરવામાં આવેલ છે. જેનો શ્રેય સોમનાથ ટ્રસ્‍ટ સચિવ યોગેન્‍દ્ર દેસાઇ , પ્રણવભાઇ પારેખ(ખાસ ફરજ ઉપરના અધિકારી મુખ્‍યમંત્રી), હાર્દિક દવે, ઇશિતાબેન શાહ, ક્રિમાબેન જરદોશ, હિતાંશ જૈન, મનીષ બારડીયા(સી.એમ. ડી. મુવિંગ પિકસલ્‍સ પ્રા.લી.), ભૌતિક પટેલને જાય છે. (તસ્‍વીર-અહેવાલ : મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય પ્રભાસ પાટણ)

(12:01 pm IST)