Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

કચ્‍છના ભૂલકાઓએ આપ્‍યો હરિયાળો સંદેશ : એક જ દિવસમાં ૫૭ હજારથી વધુ છોડ રોપ્‍યા

ભુજ :  આઝાદીના અમળત મહોત્‍સવની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ થઇ રહ્યું છે. જે અન્‍વયે દરેક શાળાઓમાં ઓછામાં ઓછા ૭૫ વળક્ષો વાવણીના નિર્ણય હેઠળ કચ્‍છ જિલ્લામાં પ્રાથમિક અને માધ્‍યમિક શાળાઓના બાળકોએ સ્‍કુલોમાં એક જ દિવસમાં ૫૭,૨૬૦ વળક્ષો વાવીને કચ્‍છના પર્યાવરણના જતન અને સંર્વધનમાં પોતાનું અમુલ્‍ય યોગદાન આપ્‍યું હતું.  તમામ સરકારી પ્રાથમિક, ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ શાળાઓના નાના ભુલકાઓ વળક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનીને સામાજિક વનીકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્‍યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન. પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, સમગ્ર જિલ્લામાં તમામ શાળાઓમાં એક સાથે, એક જ દિવસે વળક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. બાળકોમાં પર્યાવરણના જતન અંગે જાગળતિ આવે તેને ધ્‍યાને લઇને વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવી શાળા પ્રાંગણમાં તથા આસપાસની જમીનમાં બહોળા પ્રમાણમાં વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. માત્ર છોડના વાવેતર નહીં પરંતુ તેનો યોગ્‍ય ઉછેર થાય તે માટે ટપકસિંચાઇ પધ્‍ધતિ શાળાઓમાં અપનાવાઇ છે.  કેટલીક શાળાઓની ફળદ્રુપ જમીન પર ફળાઉ વળક્ષો જેવા આંબા, ખારેક, જામફળ સહિતના છોડનું વાવેતર પણ કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : વિનોદ ગાલા ભૂજ)

(12:01 pm IST)