Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

વંથલી પાસેની ઓઝત નદીમાં ધોરાજીના યુવાનની બીજા દિવસે લાશ મળી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા. ૨૫ : વંથલી પાસેથી ઓઝત નદીમાં ધોરાજીનાં યુવાનની આજે બીજા દિવસે પણ સવારથી શોધખોળ હાથ ધરવામાં આવી  હતી અને બપોરે ૧૨ વાગ્‍યાની આસપાસ તેમનો મૃતદેહ મળી આવ્‍યો હતો.

ધોરાજીનો શાકીર સવેદી નામનો ૨૬ વર્ષીય યુવાન રવિવારે તેના સાતેક મિત્રો સાથે બપોરનાં વંથલીના શાપુર પાસેનાં ઓઝત ડેમનાં કાંઠે નદીમાં ન્‍હાવા પડયો હતો પરંતુ શાકીર ડુબી જતા આ અંગે તેના મિત્રોએ પોલીસને જાણ કરી હતી. આથી વંથલી પોલીસ તેમજ મામલતદાર, ૧૦૮નો કાફલો, એનડીઆરએફ તેમજ જૂનાગઢથી ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી શાકીરનો પત્તો નહિ મળતા આજે સવારથી ફરી શાકીરની ઓઝત નદીમાં શોધખોળ શરૂ કરાય હતી. આ યુવાન તેની ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હોવાનું જાણવા મળેલ છે.

(1:28 pm IST)