Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

આટકોટમાં બે મકાનમાં ચોરી નો પ્રયાસ

  આટકોટ : ગાયત્રી નગરમાં આવેલ બે મકાનમાં ગઈ રાત્રે તસ્કરોએ ચોરી નો પ્રયાસ કર્યો હતો ઘટના સ્થળે પોલીસ દોડી ગઇ હતી ભીખાભાઈ રામાણી નાં મકાન માં બન્ને રૃમમાં વેરવિખેર કર્યું હતું રૃમમાં સુતાં હોય તેનો બહારથી રૃમ નો આગળીયો બંધ કરી દીધો હતોએક રૃમમાં લેપટોપ મોબાઈલ હતાં છતાંય લીધા ન હતાં. બંને રૃમમાં વેરવિખેર કર્યું હતું. બાજુમાં આવેલ શૈલેષભાઈ પરવાડીયાના  બંધ મકાનમાં તાળાં તોડી અંદર વેર વીખેર કર્યું હતું. મકાન માલિક બહાર ગામ ગયા હતા ધટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ તપાસ હાથ ધરી હતી તેમજ પાચવડા માં આવેલા કેબીન માં પણ માવા બિસ્કીટ ચોરી કરી ગયા હતા ગામમાં આવેલ દુકાનમાં ચોરી કરવા જતાં લોકો જાગી જતાં તસ્કરો ભાગી ગયા હતા.  હજુ કોઈ ફરીયાદ નોંધાવી નથી પોલીસ દોડી તપાસ હાથ ધરવામાં આવી હતી. (તસ્વીરો કરશન બામટા આટકોટ).

(1:30 pm IST)