Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

નૌકાદળ વાલસુરામાં પદભાર સંભાળ્‍યો

જામનગરના આઇ.એન.એસ. વાલસૂરા ખાતે કોમોડોર જે.એસ. ધનોઆએ   પરેડ દરમિયાન ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્‍ટ્રિકલ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટ INS વાલસુરાના કમાન્‍ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહ પાસેથી પદભાર સંભાળ્‍યો હતો. કોમોડોર ગૌતમ મારવાહાએ ૨૪ મે,૨૦૨૧ના રોજ INS વાલસુરાની કમાન સંભાળી હતી અને આ સંસ્‍થાના કર્મચારીઓ અને વહીવટીતંત્રની તાલીમમાં ઘણું યોગદાન આપ્‍યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન  વાલસુરાને રાષ્‍ટ્રપતિનું ચિホ એનાયત એ ત્‍ફલ્‍ વાલસુરાના ઇતિહાસમાં એક મોરપીછનો ઉમેરો થયો હતો. કોમોડોર જે.એસ. ધનોઆને ૦૧ જુલાઈ,૧૯૯૩ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્‍યા હતા અને તેમણે ગંગા, બ્રહ્મપુત્રા અને તલવાર સહિત ફ્રન્‍ટલાઈન યુદ્ધ જહાજો પર સેવા આપી હતી. કોમોડોર નેશનલ ડિફેન્‍સ કૉલેજ, ખડગવાસલા અને નેવલ કૉલેજ ઑફ એન્‍જિનિયરિંગ, લોનાવલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ઈંગ્‍લેન્‍ડની ક્રેનફિલ્‍ડ યુનિવર્સિટી દ્વારા અંડરવોટર એકોસ્‍ટિક્‍સ કોમ્‍યુનિકેશનમાં ડોક્‍ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણેWESEE, ઈન્‍ડિયન નેવલ એકેડમી અને નેવલ ડોકયાર્ડ (મુંબઈ) ખાતે સ્‍ટાફની ઘણી નિમણૂંક પણ કરી છે. કોમોડોર જે.એસ ધનોઆએ ઈન્‍ડોનેશિયાના જકાર્તામાં ભારતીય દૂતાવાસમાં સંરક્ષણ સહયોગી તરીકે પણ સેવા આપી છે. કોમોડોરને એપ્‍લાઇડ રિસર્ચ માટે વીકે જૈન સુવર્ણચંદ્રક પણ મળ્‍યો છે. (તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર).

(1:33 pm IST)