Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

સાસણ ગીર ખાતે વિશ્વ સિંહ દિવસ ઉજવણી અંગેની મીટીંગ

 સાવરકુંડલા : એશિયાઈ સિંહો એ ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશની શાન છે. સિંહોના સંરક્ષણ માટે સરકાર તેનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે. સાથોસાથ સૌરાષ્ટ્રના પર્યાવરણપ્રેમીઓ પણ આપણા ગીરના મોંઘામુલા ઘરેણા સમાન સિંહોના સંરક્ષણ તથા જતન માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આગામી ૧૦ ઓગસ્ટ એટલે કે 'વિશ્વ સિંહ દિવસે' સિંહો પ્રત્યે જનમાનસમાં જાગૃતિ આવે અને તેનું સંરક્ષણ કરવાની ભાવના જાગે એવા હેતુથી વન વિભાગ ગુજરાત રાજય દ્વારા સાસણગીરમાં સિંહ દિવસની ઉજવણી માટે સિંહો જયાં જોવા મળે છે એવા સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાઓ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના પર્યાવરણપ્રેમીઓ સાથે વન વિભાગે વિચાર વિમર્શ કરી સિંહ દિવસની ઉજવણી કેવી રીતે કરવી તેની સમજુતી આપી જરૃરી માર્ગદર્શન આપ્યું હતું. આ મીટીંગમાં સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાઓમાંથી જીલ્લા કોઓર્ડીનેટરો તથા તાલુકા કોઓર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:38 pm IST)