Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

દેશી દારૂના જથ્‍થા સાથે એક ઇસમને પકડી પાડતી બગવદર પોલીસ

 પોરબંદર : ગઇ કાલ રાતના બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દેશીદારૂની પ્રવૃતિ કરનાર ઇસમોને ઝડપી પાડવા અંગે ઇ/ચા પો.સ.ઇ. એચ.સી.ગોહિલ તથા સ્‍ટાફના માણસો પો.સ્‍ટ.ફ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન ગત રાત્રીના સીમર ગામથી બાંધાવારા જતા રસ્‍તેથી આરોપી હકા રાજાભાઇ હુણ રહે. ઇશ્વરીયા ગામ વર્તુ ડેમની બાજુમાં વાળાને દેશીદારૂ લીટર ૯૦ કિં. રૂા. ૧૮૦૦ તથા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ કિં. રૂા. ૧૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૧,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને સદરહું દારૂનો જથ્‍થો માયા બાલાભાઇ રબારી રહે. રાણપર ગામ તા. ભાણવડ વાળા પાસેથી લાવેલ હોય બંને ઇસમો વિરૂધ્‍ધ બગવદર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરાવેલ છે. આમ બગવદર પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. જયમલભાઇ મોઢવાડીયા તથા પોલીસ કોન્‍સ. અરવિંદભાઇ ખરા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા તથા મસરીભાઇ ચેતરીયા વિગેરે સ્‍ટાફ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

(1:39 pm IST)