Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મજુરોની વસાહત પોલીસે ચેક કરતા બગવદરમાંથી એક પરપ્રાંતિય સગીરાને ભગાડી સાથે રહેતા ઝડપાયો

પોરબંદર,તા. ૨૫ : જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની દ્વારા પરપ્રાંતીય મજુરો તેમના વતનમાંથી ગુન્‍હાઓ કરીને ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં આવીને વસવાટ કરીને મજુરીકામ કરતા હોય છે. આવા મજુરોને ચેક કરવા અંગે અવારનવાર સુચનાઓ આપવામાં આવેલ અને તાજેતરમાં બગવદર પોલીસ સ્‍ટેશનમાં પોલીસ અધિક્ષકશ્રીના વાર્ષિક ઇન્‍સ્‍પેકશન દરમ્‍યાન પોલીસ અધિક્ષકશ્રી તરફથી પરપ્રાંતીય મુજરોને ચેક કરવા અંગે સુચના કરવામાં આવેલ હતી.

જે અન્‍વયે પી.એમ. પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍યઓના માર્ગદર્શન મુજબ એચ.સી.ગોહિલ ઇ/ચા પો.સબ. ઇન્‍સ. બગવદર તથા સ્‍ટાફના માણસો બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારોમાં પરપ્રાંતીય મજુરોને ચેક કરવાની કામગીરીમાં હતા. દરમ્‍યાન પોલીસ કોન્‍સ. જયમલભાઇ મોઢવાડીયા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેદરાને બાતમી રાહે હકિકત મળેલ કે સીમાણી ગામમાં મધ્‍યપ્રદેશના એક યુવક તથા એક યુવતી ઝુંપડુ બાંધીને રહે છે અને શંકાસ્‍પદ છે. જેથી સીામણી ગામે જઇને ચેક કરી મળી આવેલ બંને યુવક તથા યુવતીની પુછપરછ  કરતા ખરગોન જિલ્લાના બરૂડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ટેમલા ગામના રહેવાસી હોવાનું જણાયેલ. જેથી આ બાબતે બરૂડ પોલીસ સ્‍ટેશનમાં તપાસ કરાવતા મળી આવેલ યુવક રાહુલ સીકદાર ભીલ રહે. ટેમલા ગામ થાના બરૂડ વાળો તેના વતનમાંથી એક સગીર વયની યુવતીને ભગાડીને લઇને આવેલ છે અને આ અંગે બરૂડ પોલીસે સ્‍ટેશનમાં ઇ.પી.કોફ કલમ-૩૬૩ મુજબ ગુન્‍હો દાખલ થયેલ હોવાની હકિકત જણાતા મજકુર આરોપી તથા સગીરવયની ભોગ બનનાર યુવતીને બગવદર પોલીસ સ્‍ટેશન લાવી બરૂડ મધ્‍યપ્રદેશ વાળાને મોબાઇલ ફોનની જાણ કરતા મધ્‍યપ્રદેશથી પોલીસ આવતા તેઓને આ બંનેનો કબ્‍જો સોંપી આપેલ છે.

(1:39 pm IST)