Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

જમીનની લ્‍હેણી નીકળતી રકમ બાબતે હર્ષદપુરના વળદ્ધ ઉપર કુહાડા વડે હુમલો

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫ :  તાલુકાના હર્ષદપુર વાડી વિસ્‍તારમાં હાપીવાડી ખાતે રહેતા વાલાભાઈ માણશીભાઈ જોગાણી નામના ૬૫ વર્ષના ગઢવી વળદ્ધ શનિવારે પોતાના મોટરસાયકલ પર લીલો ચરો લઈ અને એના હરસિધ્‍ધિ નગર વિસ્‍તારમાં તેમના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન અહીંના ખેંગાર વિરપાલ જોગણી અને ભીખા વિરપાલ જોગણી નામના બે શખ્‍સોએ તેઓને મોટરસાયકલ મારફતે માર્ગ આડે અટકાવી અને બાઈક ચાલક ભીખાની પાછળ બેઠેલા ખેંગાર જોગાણીએ લોખંડના પાઇપ વડે ફરિયાદી વાલાભાઈ જોગાણીને   મારતા તેમને પગમાં ફેક્‍ચર સહિતની ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત આરોપી ભીખા વિરપાલે પણ કુહાડાનો ઘા મારી, ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની  ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી વાલાભાઈ જોગાણીએ આજથી આશરે એક વર્ષ પૂર્વે તેમની માલિકીની ૩૦ વીઘા જમીન આરોપીઓને વેંચી હતી. આ ખેતીની જમીન આશરે ૩૨ વીઘા જેટલી હોય, જે જમીનની માપણી કરાવવા તેમજ વધુ નીકળતી જગ્‍યા અને જગ્‍યામાં આવેલા મકાન સાથે કુલ રૂપિયા ૭ લાખ જેટલી રકમ આરોપીઓ પાસેથી લેવાની નીકળતી હોય, તે બાબતે અવારનવાર ઉઘરાણી પણ કરતા ફરિયાદી વાલાભાઈને આરોપી ખેંગારએ પૈસા આપવાની ના કહી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી, આ બાબનનું મન દુઃખ રાખીને ઉપરોક્‍ત બનાવ બન્‍યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  કોઠા વિસોત્રી ગામે

પિતા-પુત્ર ઉપર હુમલો 

 કોઠા વિસોત્રી ગામે રહેતા ટીડાભાઈ જેસાભાઈ કંડોરીયા નામના ૫૮ વર્ષના આહિર વળદ્ધના પુત્ર મેરામણને સામોર ગામે રહેતા પપ્રવીણ માલદે નંદાણીયા અને એભા માલદે નંદાણીયા નામના બે શખ્‍સો સાથે અગાઉ રસ્‍તે ચાલવા બાબતે બોલાચાલી થઈ હોય, તેઓએ મેરામણભાઈને બિભત્‍સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મેરામણભાઈના પિતા ફરિયાદી ટીડાભાઈ કંડોરીયા તેઓને સમજાવવ& જતા આ સ્‍થળે પ્રવીણ માલદે અને એભા માલદે સાથે રહેલા પરબત દેવશી નંદાણીયા, નારણ ભીખા નંદાણીયા અને રામ ડાડુ નંદાણીયા નામના કુલ પાંચ શખ્‍સોએ પિતા-પુત્રને બિભત્‍સ ગાળો કાઢી, લાકડી તથા પથ્‍થરના ઘા મારીને ઈજાઓ પહોંચાડતા આ સમગ્ર બનાવવા અંગે સલાયા મરીન પોલીસે ટીડાભાઈ કંડોરીયાની ફરિયાદ પરથી પાંચેય શખ્‍સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૪, ૩૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્‍ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામાં ઈક્કો કાર ચાલક દ્વારા છકડા રીક્ષા સાથે અકસ્‍માત

દ્વારકા તાલુકાના મૂળવાસર ગામના કારાભા રાણાભા જડિયા નામના ૬૦ વર્ષના હિન્‍દુ વાઘેર વળદ્ધ પોતાના જી.જે. ૧૦ ડબલ્‍યુ. ૩૪૮૬ નંબરનો છકડા રીક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્‍યારે કાનદાસ બાપુના આશ્રમ પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક પોરબંદર તરફથી આવી રહેલા જી.જે. ૦૧ એચ.ઝેડ. ૬૮૭૩ નંબરની ઈકકો મોટરકારના ચાલકે કારભા જડિયાના રિક્ષા સાથે અકસ્‍માત સર્જી, આ રીક્ષામાં નુકસાની પહોંચાડી હતી.

  આ પછી પણ આરોપી ઈક્કો કારના ચાલકે કરાભાનો કાંઠલો પકડી, ઝપાઝપી કસ્‍તા આ બનાવવા અંગે દ્વારકા પોલીસ મથકમાં ઈક્કો કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૮૯, ૪૨૭, ૩૨૩ તથા એમ.વી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

કલ્‍યાણપુરની પરિણીતાને ત્રાસ 

કલ્‍યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતી અને લાલગર નારણગર અપાસનાથીની ૨૭ વર્ષની પરિણીત પુત્રી વિભૂતાબેન મેહુલભાઈ ભારથીને તેણીના લગ્ન જીવન દરમિયાન પોસ્‍બંદર તાલુકાના છાયા વિસ્‍તારમાં રહેતા તેણીના પતિ મેહુલ હરીશભાઈ ભારથી તથા સાસુ ભાનુબેન હરીશભાઈ ભારથી દ્વારા અવારનવાર કામકાજ બાબતે મેણાં ટોણા મારી, ‘‘તું

કરિયાવરમાં કઈ લાવી નથી'' તેમ કઢી, બિભત્‍સ ગાળો કાઢી, શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતા આ સમગ્ર બનાવવા અંગે માતા-પુત્ર સામે આઈ.પી.સી. કલમ ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આખામાં નોટ નંબર પર

જુગાર રમતા બે ઝડપાયા

 ઓખાના બસ સ્‍ટેશન પાસેથી પોલીસે શનિવારે સાંજે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી  રહેલા શુક્‍લભા કરમણભા માણેક અને તાલબ આદમ સોઢા નામના બે શખ્‍સોને ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.

(1:44 pm IST)