Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

બરવાળાથી ઝેરી દારૂકાંડમાં કેમિકલ જપ્ત :પિન્ટુ નામના શખ્સની અટકાયત: અમદાવાદથી લાવતો હતો કેમિકલ

બોટાદના ઝેરી દારૂકાંડ મામલે બરવાળાથી ઝેરી દારૂકાંડમાં પોલીસે કેમિકલ જપ્ત કર્યું છે. આ ઘટનામાં પોલીસે પિન્ટુ નામના એક શખ્સની અટકાયત પણ કરી છે.  તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો. પિંટું કેમિકલ અમદાવાદથી લાવતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. જો કે, આ કેમિકલ અમદાવાદના ક્યાં સ્થળેથી અને કોની પાસેથી લવાતું તે અંગે જાણી શકાયું નથી. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ કેમિકલ પણ ગાંધીનગર તપાસ માટે મોકલી દેવાયું છે

   
(11:46 pm IST)