Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

શ્રાવણ માસમા ગોંડલ માર્કેટ યાર્ડ અગીયાર દિવસ બંધ રહેશે:કમીશન એજન્ટ એશો.દ્વારા લેવાયો નિર્ણય

ગોંડલ :વિવિધ જણસીઓથી ભરચક રહેતુ ગોંડલનુ અગ્રીમ ગણાતુ માર્કેટ યાર્ડ પવિત્ર શ્રાવણ માસ મા અગીયાર દિવસ બંધ રહેશે.આ દિવસો દરમ્યાન ખેડૂતો,વેપારીઓ, જનરલ કમીશન એજન્ટો,તોલાટ,મજુરો,વાહનચાલકો સહિત કામકાજ બંધ રખાશે તેવો નિર્ણય કમીશન એજન્ટ એસોસિએશન દ્વારા લેવાયો છે. શ્રાવણ માસમા તા.1 સોમવાર, તા.8 સોમવાર, તા 11 રક્ષાબંધન,તા.15 સ્વાતંત્ર્ય દિવસ, તા.16 નાગ પંચમી,તા.17 શીતળા સાતમ,તા.19 જન્માષ્ટમી,તા.20 નોમ શનીવાર, અને તા.27 ભાદરવી અમાસનાં યાર્ડ બંધ રહેશે

(12:37 am IST)