Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મોરબીમાં કારખાનામાં કમર કરતી વેળાએ અકસ્માતે દાઝી જતા આધેડનું મોત

સિમ્પોલો સિરામીકમાં કામ કરતા ૪૬ વર્ષીય પુરણ અલુભાઇ આહીવારનું દાઝી જતા મૃત્યુ

મોરબીમાં કારખાનામાં કમર કરતી વેળાએ અકસ્માતે દાઝી જતા આધેડનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે  ઘટના સ્થળે પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો અનુસાર સીમ્પોલો સિરામીક જુના ઘુંટુ રોડ પર રહેતા અને સિમ્પોલો સિરામીકમાં કામ કરતા ૪૬ વર્ષીય પુરણ અલુભાઇ આહીવાર તા.૨૪/૦૭/૨૦૨૨ ના કલાક ૨૦/૦૦ વાગ્યે કારખાનામાં કામ કરતા હતા ત્યારે કોઇપણ કારણોસર અકસ્માતે દાઝી જતા તેમનું મોત થયું હતું. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સી.આર.પી.સી કલમ્-૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:51 am IST)