Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

બગસરામાં સતત વરસાદ વરસતા નદીપરામાં મકાન ધરાશાયી

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા. ૨૫ : બગસરા પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે નદીપરા વિસ્તારમાં ચંદુભાઇ નાથાભાઇ દેવીપૂજકનું મકાન ધરાશાયી થતાં દસ કુકડા તથા બે બકરા સહિત દોઢ લાખનું નુકસાન થયેલ છે.

મકાન પડી જતા આસપાસના રહેવાસીઓ મદદ માટે દોડી ગયા હતા. સદનશીબે જાનહાની થઇ ન હતી. બાજુમાં સાતલડી નદી બે કાંઠે વહી રહી હતી ત્યારે આસપાસના મકાનમાં રહેતા લોકોના સંપર્ક વિહોણા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા મામલતદાર, તલાટી તથા નગરપાલિકાના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ઘટતી કાર્યવાહી કરી હતી

(11:51 am IST)