Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મોજ સિંચાઇના કેનાલના પાણીથી પાક નિષ્ફળ કેનાલનો કાઢીયો કરવાની માંગ સાથે આવેદન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.રપ : મોજ સિંચાઇ યોજના ૬૦ વર્ષથી કાર્યરત થયેલ છે. આ સિંચાઇ યોજના એમડી ટુ કેનાલનો છેડો ખેડૂતોના ખેતરોમાં રાખી દીધેલ હોય ચોમાસા દરમિયાન વરસાદી ઉપરવાસના પાણી છેલ્લા ૩૦ દિવસથી આ ડીટુ કેનાલમાંથી ખેડૂતોના ખેતરોમાં વહે છે આથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેતરોના મગફળી કપાસ દિવેલ અને ઘાસચારા પાક નિષ્ફળ ગયા છે ખેડૂતોને મોજ ઇરીગેશનની કેનાલનો ભોગ બને છે ભારે ખર્ચાઓ કરી વાવેતર કરી પાક બળી જતા ખેડૂતોની રોજીરોટી જુટવાઇ ગઇ છે. છેલ્લા ૨૦ વર્ષથી સતત રજૂઆતો ખેડૂતો કરતા આવે છે છતા મોજ ઇરીગેશનના તંત્રએ કાઢીયો કરવા કાર્યવાહી કરી નથી.

ખેડૂતોના ડીટુ કેનાલના પ્રશ્ને ગુજરાત કિશાનસભાના પ્રમુખ ઠાયાલાલ ગજેરાની આગેવાનીમાં કાર્યપાલક ઇજનેરને સંબોધન કરતુ આવેદનપત્ર અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આપવામાં આવેલ તેમા ખેડૂતોએ માંગ કરી છે કે છેલ્લા ૨૦ વર્ષથી ખેતીને નુકશાન કરતા ડીટુ કેનાલના પાણી નિકાલનો પ્રશ્ન તાત્કાલીક હલ કરવા માંગ કરેલ છે. આવેદનપત્રના કાર્યક્રમમાં ખીમાભાઇ આલ, લાલાભાઇ સોલંકી, નારણભાઇ ચંદ્રવાડીયા, સંજયભાઇ રાવલીયા, મનસુખભાઇ ડોબરીયા સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મોજ સિંચાઇના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.

(11:36 am IST)
  • યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ ફેરવવા સુપ્રીમ કોર્ટની આયોગને નોટિસ : 20 પરીક્ષાર્થીઓએ દાખલ કરેલી પિટિશનના અનુસંધાને જવાબ માંગ્યો : સમગ્ર દેશમાં કોવિદ -19 ,વરસાદ ,પાણીના પૂર ,સહિતની આપત્તિઓ : પરીક્ષા કેન્દ્રો ઓછા હોવાથી 2 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે નોકરીની તક ગુમાવવાનો ભય વ્યક્ત કરાયો access_time 11:09 am IST

  • ૫૦૦ કરોડથી ઉપર ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટે ૧લી ઓકટોબરથી ફરજીયાત જીએસટી ઇ-ઇન્વોઇસીંગ કરવા સરકાર આગળ વધી રહયાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST