Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ધોરાજીમાં પ્રથમ વખત ઓનલાઇન વાર્તા સ્પર્ધા યોજાઇ

૫૧ સ્પર્ધકોએ ભાગ લીધો : પુસ્તકમાં સ્થાન આપ્યુ : ત્રણ સ્પર્ધકો વિજેતા બન્યા

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા.રપ :  ધોરાજીના સાહિત્યકાર અને લેખિકા વંદિતા રાજયગુરૂ દવે દ્વારા હાલમાં કોરોના મહામારી ના સમયમાં ધોરાજી શહેરમાં પ્રથમ વખત કે.ઓ શાહ કોલેજ ખાતે ઓનલાઇન વાર્તા સ્પર્ધા યોજાઇ હતી જેમાં ૫૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો

 લેખિકા વંદિતા રાજયગુરૂ દવે દ્વારા ૫૧ વાર્તાકારોને ને વાર્તાઓને સંપાદિત કરી વાર્તા વિહાર પુસ્તક બનાવ્યું હતું અને આ પુસ્તકમાં ૫૧ લેખકોને વાર્તા નો સમાવેશ કરવામાં આવ્યો હતો જે પુસ્તક રાજકોટના પ્રેરણા પ્રકાશન દ્વારા અરસ પરસ મેગેઝીન ના સહયોગથી વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી  સ્પર્ધામાં ભાગ લેનાર ૫૧ વાર્તાકારોને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવામાં આવી હતી.ં આ વાર્તાઓના વાર્તાસંગ્રહ વારતા વિહાર પુસ્તકનો તાજેતરમાં ઓનલાઈન વિમોચન સમારોહ યોજાયો હતો જેમાં પુસ્તકનું વિમોચન કે.ઓ.શાહ  કોલેજ ધોરાજીના પ્રિન્સિપાલ ડો. સી વી બાલધાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ધોરાજી ને આંગણે સૌપ્રથમ વખત કોરોના મહામારી ના સમયમાં સરકાર શ્રી ની સુચના અનુસાર લેખકોએ પણ ઓન લાઇન સ્પર્ધામાં ભાગ લીધો અને ૫૧ વાર્તાકારો માંથી ત્રણ વિજેતા થયા હતા તેઓને પણ ઓનલાઈન સિસ્ટમ દ્વારા છે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને તેઓનું સન્માન પણ ઓનલાઇન દ્વારા કરવામાં આવ્યું હતું .

  આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વાર્તા સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કુલ ૫૧ વાર્તા પૈકી શ્રેષ્ઠ ૧૫ વાર્તાઓ સર્જકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ વાર્તા સ્પર્ધામાં પ્રથમ વિજેતા ડો.વિજય સેલારકા પ્રથમ નંબર આવ્યો હતો બીજા સ્થાને રઘુ રબારી અને ત્રીજા સ્થાને નેહા બગથરીયા વિજેતા જાહેર થયેલ આ સાથે વાર્તા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ધોરાજી કે ઓ શાહ કોલેજના પ્રિન્સિપાલ ડો. સી વી બાલધા. જે એ પાનેરા પ્રોફેસર ડો વિજય કે પંડ્યા અને અમદાવાદ એચ કે કોલેજના પ્રિન્સિપાલ ડો શિલ્પા એન શાહ વિગેરે સેવા આપી હતી.

(11:43 am IST)