Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જામનગર પંથકમાં દેશી દારૂ સાથે છ ઝડપાયા

જામનગર તા.રપ : એલ.સી.બી.સ્ટાફના પોલીસ હેડ કોન્સ ભગીરથસિંહ સરવૈયા તથા હરદિપભાઇ ધાધલ તથા હરપાલસિંહ સોઢા તથા નાનજી પટેલએ આરોપી (૧) હાર્દિક રાજેશભાઇ મકવાણા ખવાસ રહે. વિકટોરીયા પુલ બારદાનવાલા કોમ્પ્લેક્ષ જામનગર તથા (ર) ફરારી જીગ્નેશ નરશી રાઠોડ રહે. વેલનગર-૧ જામનગર વાળાના કબ્જામાંથી દેશી દારૂ લી. ર૦૦ કિ.રૂ.૪૦૦૦ નો તથા આરોપી વિશાલ વિનોદભાઇ બારીયા રહે. નાગેશ્વર કોલોની ગાયત્રી મંદિર પાસે જામનગર વાળાના કબ્જામાંથી દેશી દારૂ લી.૧પ૦ કિ. રૂ.૩૦૦૦ તથા આરોપી ભરતભાઇ કાંતીલાલ ગોરી ભાનુશાળી રહે. ગોકુલનગર મોમાઇપાન વાળી શેરી જામનગર વાળાના કબ્જામાંથી દેશી દારૂ લી.૧૦૦ કિ.ર૦૦૦ નો કબ્જે કરી કાર્યવાહી કરેલ છે.

મોટી ખાવડી ગામે એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ લાભુભાઇ ગઢવી, વનરાજભાઇ મકવાણા તથા અજયસિંહ ઝાલાએ આરોપી કાનકસિંહ દેશી દારૂ લી. ૧૬ કિ.રૂ.૩ર૦ નો કબ્જે કરી કાર્યવાહી કરેલ છે.

લાલપુર ખાતે એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા તથા પ્રતાપભાઇ ખાચર તથા દિલીપભાઇ તલાવડીયા તથા શરદભાઇ પરમારએ આરોપી જેઠા લાખશી ઘોડા રહે. લાલપુર વાળાના કબ્જામાંથી દેશી દારૂ લી. ૩૯ કિ. રૂ. ૭૬૦ તથા રોડક રૂ.૩ર૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરેલ છે આમ અલગ અલગ જગ્યાએ રેઇડો કરી દેશી દારૂ લી. પ૦૪ કિ. રૂ.૧૦.૦.૮૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એમ.જે.જલુની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર વનરાજભાઇ મકવાણા, અશ્વીનભાઇ ગંધા અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકિયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વાા કરવામાં આવેલ છે.

(11:49 am IST)
  • બિહારમાં ચૂંટણીઓ ટાળવા માટે સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યોઃ ચૂંટણી પંચ નિર્ણય લેવામાં સક્ષમઃ સર્વોચ્ચ અદાલત : દેશમાં વ્યાપેલા કોરોના સંક્રમણને કારણે બિહારની ચૂંટણી ટાળવા સુપ્રિમમાં થયેલ અરજી ઉપર ચુકાદો access_time 11:57 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • સેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST