Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જેતપુરમાં અકસ્માતે ભાદર નદીમાં પડી જતા બાળકનું મોત.

જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ વેગડાનો પુત્ર નીવ તેના મિત્રો ભાદર નદીમાં ન્હાતા હોય તે પૂલ ઉપર બેસી જોતો હોય અકસ્માતે નદીમાં પડી જતા મોત નિપજતાં રેસ્ક્યું કરી તેના મૃતદેહને બહાર કાઢી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો

(9:51 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠારઃ ઓપરેશન શરૂ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતે આંતકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયા છે. સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. access_time 11:29 am IST

  • અભૂતપૂર્વ ઘટના!! : ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી :દક્ષિણ કોરીયાના ઓફીસરની હત્યા કરવા માટે એક અભૂતપૂર્વ ઘટનામાં ઉત્તર કોરીયાના સરમુખત્યાર કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી હોવાનું દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિની ઓફીસે જાહેર કર્યું છે. દ. કોરીયાએ કહેલ કે ૪૭ વર્ષનો વ્યકિત ઉત્તર કોરીયા જવા માગતો હતો ત્યારે તેને ફુંકી મારવામાં આવેલ. ઉત્તર કોરીયાએ પોતાના રાષ્ટ્રમાં કોરોના આવતો અટકાવવા માટે 'શુટ ટુ કીલ'ની નીતી અપનાવી છે. દ.કોરીયાના રાષ્ટ્રપતિ મુનને પત્ર પાઠવી કીમ-જોંગ ઉને માફી માગી લખ્યુ છે કે આવુ બનવુ જોઇતુ ન હતુ. ઉ-કોરીયાએ વિગતો જાહેર કરતા લખ્યુ છે કે આ વ્યકિત ઉપર ૧૦ શોટફાયર કરાયેલા. access_time 2:32 pm IST

  • બપોરે ૧૨-૩૦ વાગ્યે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થશે સાથોસાથ ગુજરાતની પેટાચૂંટણીઓની તારીખ પણ જાહેર થશે access_time 10:48 am IST