Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

મુન્દ્રા પોર્ટ ઉપર બારોબાર ૧૦૦ કન્ટેનર ખાંડની નિકાસનું કૌભાંડ ઝડપાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : મુન્દ્રા કસ્ટમની એસ.આઈ.આઈ.બી. શાખાએ કરોડો રૂપિયાની ખાંડનો જથ્થો બારોબાર નિકાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

દેશમાં ૩૪ જેટલી શાખા ધરાવતી વ્યાપારી પેઢી લુઇસ ડ્રેકસ કુ. દ્વારા પ્રફુલ લોજિસ્ટિક મારફતે અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં ૨૦૦૦ મે. ટન ખાંડ ૧૦૦ કન્ટેનર દ્વારા મોકલવા ૨૭ શિપિંગ બિલો રજૂ કરાયા હતા.

કસ્ટમના નિયમ અનુસાર નિકાસકાર દ્વારા વિદેશ મોકલવાનો માલ સામાન નિયત કરેલ ફેકટરી માં સ્ટફિંગ કર્યા બાદ નિકાસ કર્યા પહેલાં કસ્ટમ પાસેથી બિલ ઓફ એન્ટ્રી મેળવવી પડે. ત્યાર બાદ કસ્ટમ તંત્ર આ માલનું ક્રોસ વેરીફીકેશન કરી કન્ટેનર સીલ કરી અને નિકાસ માટે મંજૂરી આપે. પરંતુ આ નિકાસકાર દ્વારા ડાયરેકટ રેલવેના વેગનમાંથી કસ્ટમની નજર ચૂકવી, નિયમ ભંગ કરી ખાંડનો જથ્થો નિકાસ કરાઈ રહ્યો હતો.

જોકે, આથી અગાઉ આ જ રીતે ખાંડ આફ્રિકા અને અખાતના દેશો માં મોકલાયો હોવાની ચર્ચા વચ્ચે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

(10:23 am IST)