Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ઉનાના સીમર બંદર ઉપર જુનું હનુમાનજીનું મંદિર તથા પીરની દરગાહને નહીં હટાવવા માંગણી

હિન્દુ -મુસ્લિમ એકતા મંચના આગેવાનો દ્વારા આવેદન આપીને રજુઆત

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૬: દિવ કેન્દ્રશાસિત પ્રદેશની હદમાં સીમર બંદર ઉપર વરસો જુનું હનુમાન મંદિર અને પીરની દરગાહ નહીં હટાવવા રજુઆત દિવ પ્રશાસનને રજુઆત કરાય છે.

હિન્દુ મુસ્લિમ એકતા મંચના આગેવાન રાજપરા-સિમરના ભરતભાઇ કામળીયા, રસીકભાઇ ચાવડા તથા મુસ્લિમ સમાજના આગેવાનોએ દિવ પ્રસાશને લેખીકમાં રજુઆત કરી છે કે હાલતમાં દિવ પ્રશાસન દ્વારા દિવની હદમાં દરિયા કિનારે આવેલ સીમર બંધર કાંઠે વરસો જુનુ હનુમાનજીનું મંદિર તથા પીરની દરગાહ આવેલ છે કે સેંકડો હિન્દુ-મુસ્લિમોનું આસ્થાનું પ્રતિક છે.

હાલમાં દિવ પ્રશાસન દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન કરવા માટે હનુમાનજીનું મંદિર અને દરગાહ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી બંધ કરી મંદિરને દરગાહ જે સ્થિતીમાં છે. તે સ્થિતીમાં રાખવા દિવ કલેકટરને લેખીતમાં રજુઆત કરી છે. જો આ આવેદનપત્ર નજર અંદાજ કરવામાં આવશે. તો ના છૂટકે ન્યાય પાલિકાનો સહારો લેવો પડશે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(10:25 am IST)