Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ઉના પાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી તથા નગર સેવકોએ કોરોના વેકસીન લીધી

ઉના તા. ર૬ :.. નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી તથા નગર સેવકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ નગરજનોને રસી લેવા અપીલ કરી હતી.

કોરોના વાયરસનું આક્રમણ રોકવા સરકાર દ્વારા કોવેકસીન રસી કરણની ઝૂંબેશ ઉપાડેલ છે. તેમાં ઉના નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ એન. જોષી ત્થા નગરસેવક મનોજભાઇ સી. બાંભણીયા ત્થા અન્ય નગર સેવકોએ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ખોલવામાં આવેલ. રસીકરણ કેન્દ્રમાં જઇ રસી લઇ કોરોના વોરીયરસ બન્યા છે. અને સૌ નગરજનો જે ૪પ થી વધુ ઉપરના હોય તેમણે વિનામુલ્યે રસી લેવા અપીલ કરી છે.

(11:32 am IST)