Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

નર્મદા યોજનાને પુર્ણ કરવાનો જશ ગુજરાતની ભાજપ સરકારને ફાળે જાય છે : રાઘવજીભાઇ પટેલ

વિધાનસભામાં બજેટ સત્રમાં ચર્ચામાં ભાગ લેતા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૬ : નર્મદા યોજના પુર્ણ કરવાનો જશ ગુજરાતની ભાજપ સરકાર અને વડાપ્રધાનને ફાળે જાય છે તેમ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જણાવેલ છે.

વિધાનસભાના બજેટ સત્રમાં નર્મદા વિકાસ ખાતાની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ જણાવ્યુ હતુ કે, નાયબ મુખ્યમંત્રી પોતાના ખાતાની માંગણી નંબર ૬૫ નર્મદા વિકાસ યોજનાની રૂ.૩૭૦ કરોડની મહેસુલી અને ૩૪૬૬.૩૪ કરોડની મુડી ખર્ચની માંગણી લઇને આ ગૃહ સમક્ષ આવ્યા છે ત્યારે તેને સમર્થન આપવા અને તેમા મારા વિચારો રજૂ કરવા માટે ઉભો થયો છુ. આજે વિશ્વ જલ દિવસ છે. મારૂ સદભાગ્ય છે કે આ દિવસે મારા નર્મદા વિકાસ વિભાગ બાબતમાં વિચારો આ ગૃહ સમક્ષ રજૂ કરવા માટેની તક મળી છે. એક સમયે ગુજરાત પાણી વગરનું રાજય હતુ. ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણીની બહુ મોટા પ્રમાણમાં તંગી હતી. ૧૯૮૫-૮૬-૮૭ આ ત્રણ વર્ષના દુષ્કાળ વખતે અમારા સૌરાષ્ટ્રના મોટાભાગના લોકો સિંચાઇ અને પીવાના પાણી વગર સુરત, વડોદરા કે અમદાવાદ જેવા સેન્ટરો હિજરત કરી ગયા હતા. આ સ્થિતિ ગુજરાતની હતી.

ગુજરાતમાંથી પીવાના પાણીની કાયમી ધોરણે તંગી દૂર થાય તે માટે જો કોઇએ નર્મદા યોજના માટે આગળની મહત્વની કામગીરી હાથ ધરી હોય તો મારે કહેવુ પડશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારથી ગુજરાતમાં અસ્તિત્વમાં આવી ત્યારથી આ યોજનાને જે ઝડપથી આ યોજનાના અવરોધો દૂર કરી આ યોજનાને આગળ વધારી જેના પરિણામે આખા ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ દૂર થાય.

નર્મદા યોજનાનો વિશેષ લાભ મળે તે માટે નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫માં ગુજરાત ગ્રીન રીવોલ્યુએશન કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની દ્વારા ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ જો કોઇ ખેડૂતને નાખવી હોય તો ૭૦ થી ૯૦ ટકા જેટલી સબસીડી આપવામાં આવે છે અને જેનો લાભ અત્યાર સુધીમાં ૧૯ લાખ ૬૭ હજાર હેકટરમાં ખેડૂતોએ સુક્ષ્મ સિંચાઇની વ્યવસ્થા ઉભી કરેલ છે. સુક્ષ્મ સિંચાઇનો અમલ કરવામાં આજે ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે.

સૌરાષ્ટ્ર શાખા નહેરની શરૂઆતની લંબાઇમાં આવતા વિસ્તારમાં જે ભૌગોલીક સ્થિતિ નીચે ઉતરતો ઢોળાવ છે એના કારણે એના ફલોઆપીને એના ઉપર હાઇડ્રો પાવર સ્પેશ્યલ સ્થાપી વિજળી પેદા કરવાનુ કામ આવકારદાયક બાબત છે. સૌરાષ્ટ્ર બ્રાંચનો છેવાડાનો ભાગ ઉંચાઇ પર છે ત્યા સુધી પાણી પહોચાડવા માટે જૂદી જૂદી પાંચ જગ્યાએ પમ્પીંગ સ્ટેશનો કકરીને લગભગ ૨૬૪ ફુટ ઉંચે પાણી લઇ જઇને ૨૦ થી ૨૫ માળના ઉંચાઇ ધરાવતા મકાન જેટલી ઉંચાઇ સુધી પાણીનુ ઉદહન કરીને છેક સુધી પાણી પહોચાડવાનું ભગીરથ કામ આ નર્મદા વિકાસ વિભાગે કર્યુ છે એને જેટલા અભિનંદન આપુ એટલા ઓછા છે તેમ રાઘવજીભાઇએ જણાવેલ છે.

ચોમાસામાં સરદાર સરોવર ડેમમાંથી પુરનુ પાણી જે વહી જાય છે જે વધારાના પાણીને નહેરમાં વાળીને એક મિલીયન એકર પાણી સૌરાષ્ટ્રને સૌની યોજના મારફત પહોચાડીને સૌરાષ્ટ્રના ડેમો છે. ચેકડેમો છે કે તળાવો છે એ ભરી દેવાનુ કામ કરવાનો પણ આ સરકારે ભગીરથ પ્રયત્ન કરેલ છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ એટલે કે સૌની યોજનાના કામો યુધ્ધાના ધોરણે હાથ ધરેલ છે. આ યોજના અંતર્ગત નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર શાખા નહેરો મારફત સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓમાં નાખવામાં આવશે તેમ રાઘવજીભાઇએ જણાવેલ છે.

(11:36 am IST)