Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા બીલમાં ગ્રાહકો સાથે છેતરપીંડી

પંચમુખી હનુમાનજી ટ્રસ્ટે કલેકટરને આવેદન પાઠવ્યું

મોરબી,તા.૨૬ :   મોરબીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના બીલમાં ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હોય તેવી ફરિયાદ સાથે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

 શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગેસ કંપની દ્વારા કોમર્શીયલ ગેસ કનેકશન ૨૦૧૨ માં ગેસ કનેકશન આપેલ છે અને ગેસ કંપની તરફથી દર માસે ગેસનું બીલ આપવામાં આવે છે જે બીલ રેગ્યુલર ભરી આપવામાં આવે છે ગેસ કંપની તરફથી જે બીલ આપવામાં આવે છે તેની અંદર એક યુનિટના કેટલા ભાવ છે તે દર્શાવવામાં આવતા નથી તેમજ ગેસ મીટરની અંદર મહિનાના જે વપરાશ યુનિટ છે તેના કરતા બીલમાં આશરે ૨૦ થી ૨૫ યુનિટ વધારે વપરાશ દર્શાવવામાં આવે છે ગેસ કંપનીની ઓફિસે અગાઉ જઈને મેનેજરને રજૂઆત કરી હતી છતાં કોઈ જવાબ આપ્યો નથી

જે બીલમાં વધારાના યુનિટ બતાવેલ છે તેઓએ જણાવેલ કે ગેસ સપ્લાય કરેલ તેની અંદર જે ગેસ ઉડી જાય છે અથવા લોસ જાય છે તે કંપની ગ્રાહક પાસેથી વસુલ કરે છે અને ગ્રાહકોને અન્યાય કરે છે જેથી ગેસ કંપની જે બીલમાં ૧ યુનિટમાં કેટલા પૈસા દે તે દર્શાવવા તથા જે બીલમાં વપરાશ કરતા વધુ યુનિટ દર્શાવે છે તે ના દર્શાવવા તેમજ વધારાના યુનિટના પૈસા ગ્રાહક પાસેથી વસુલના કરે તે માટે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(11:37 am IST)