Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ધ્રોલ મહેતા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા વિશ્વ વન દિવસ અન્વયે હરીપર નર્સરીની મુલાકાત

ધ્રોલઃ શ્રી એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલીત શ્રી એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલ અને કન્યા છાત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ વન દિવસ અન્વયે હરીપર નર્સરીની મુલાકાત લીધી હતી. જેમાં ઇકો કલબના પ્રો.ઓ. જયોત્સનાબેન તેમન ઇકો કલબના ૩૦ ઇકો રક્ષકોએ વૃક્ષોના કયારા સરખા કર્યા. કોથળીમાં માટી ભરી કિચન ગાર્ડન માટે રોપાનું વાવેતર કર્યુ. નગોડ અને અરડુસી જેવી ઔષધીય વનસ્પતીનું વૃક્ષારોપણ કર્યુ. હરીપર નર્સરીની રેન્જ ઓફીસર અલીભાઇ નોયડા અને દર્પણભાઇ વૈષ્ણવ દ્વારા જુદા-જુદા પ્રકારના વૃક્ષો તેમજ ઔષધીય વનસ્પતી વિશે જાણકારી આપી હતી અને રોપનો ઉછેર કેવી રીતે કરી શકાય તેના વિશે માહીતી આપી હતી. સામાજીક વનીકરણ દ્વારા હરીયાળા નામનું પુસ્તક વિદ્યાર્થીઓને આપવામાં આવેલ. આ કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના આચાર્ય નીતાબેન રામાનુજે આપેલ. સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન પાઠવ્યા છે. (તસ્વીરઃ અહેવાલઃ હસમુખરાય કંસારા-ધ્રોલ)

(1:13 pm IST)