Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

દિલ્હીના ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉપલેટામાં ચક્કાજામ : ખેડૂત નેતાઓની અટકાયત

ઉપલેટા,તા. ૨૬:  બાવલા ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો છે. દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને કિસાન સભા દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હતુ અને ઉપલેટાના બાવલા ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉપલેટામાં ત્રણ કૃષિ કાળા કાયદાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાત કિસાન સભાના પ્રમુખ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા કોરોના મહામારી લઈને જાહેરનામા ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(3:45 pm IST)