Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ધોરાજીમાં ધુળેટી પર્વ ઉજવવા ઉપર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો

કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ધુળેટી ઉત્સવના ઉજવવા બાબતે ધોરાજીની જનતાને અપીલ કરતા પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા જણાવેલ કે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના અનુસાર રાજકોટ જિલ્લામાં હાલમાં કોરોના નો વ્યાપ વધી ગયો હોય ત્યારે સાવચેતીના પગલારૂપે માત્ર હોલિકા દહન નિયમોનું પાલન કરીને ધાર્મિક દર્શન કરી શકાશે પરંતુ ધુળેટી પર્વ નહીં ઉજવવા બાબતે લોકોને જાહેરમાં અપીલ કરી છે
ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા જણાવેલ કે  ધોરાજી વિસ્તારના તમામ નાગરિકોને વિનંતિ કરવામાં આવે છે કે હાલ હોળી.ધુળેટીના તહેવારમાં સરકારનાં જાહેરનામા મુજબ  કોરોના મહામારીના સમયમાં વધુ સાવચેત રહી રોગ થી બચવા માટેના જાહેરનામા નો અમલ કરશો .હોળીના ઉજવણીમાં બિનજરૂરી ભેગા થવું નહિ માસ્ક ફરજિયાત પહેરવું.દો ગજ દુરી રાખવી.તેમજ ધુળેટી નો ઉત્સવ બંધ રાખી કોરના  વાયરસ થી બચવા માટે સરકારી શ્રી જાહેરનામા નો તથા આરોગ્ય વિભાગ ની સૂચના નું પાલન કરશો .
જાહેરનામા નો ભંગ કરનાર  સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા અપીલ કરી હતી

(6:32 pm IST)