Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સુરેન્‍દ્રનગરમાં હુક્કાબાર ખોલતા જ પોલીસ ત્રાટકીઃ દારૂની મહેફિલ માણતા ૧૫ શખ્‍સો ઝડપાઇ ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૬: સુરેન્‍દ્રનગર શહેરના હાર્દ સમા વિસ્‍તારમાં હુક્કાબાર ખૂલ્‍યુ છે અને તેમાં અમુક શખ્‍સો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા જ પોલીસ રવિવારે મોડી રાત્રે ત્રાટકી હતી. જેમાં હુક્કાબાર ખોલનાર ગાંધીનગરના યુવાન સહીત ૧૫ શખ્‍સોને ઝડપી લેવાયા છે. આ શખ્‍સો પાસેથી દારૂની અડધી બોટલ, કાર, બાઈક સહીત રૂપિયા ૧૫,૬૧,૫૩૦દ્ગટ મુદ્દામાલ જપ્ત કરાયો છે.

મહાલક્ષ્મી સિનેમા રોડ પર આવેલા ઠક્કર ખમણ હાઉસની ગલીમાં હુક્કાબાર ખૂલ્‍યુ છે તેવી માહિતી એ ડિવીઝન પોલીસ મથકના ડી સ્‍ટાફના ધનરાજસીંહ વાઘેલાને મળી હતી. આથી પીઆઈ યુ.એલ. વાઘેલાની સુચનાથી સ્‍ટાફના કે.બી.પરમાર, એચ.કે.સોલંકી સહીતનાઓએ મોડી રાતના સમયે દરોડો કર્યો હતો. જેમાં ચાંદની કાફે નામની દુકાનમાં શખ્‍સો કુંડાળુ વળીને દારૂની મહેફીલ માણતા હતા. પોલીસે પુછપરછ કરતા ગાંધીનરના ઋત્‍વીક રાજુજી ડાભી નામના શખ્‍સે હુક્કાબાર ખોલ્‍યુ હતુ અને ઉદ્દઘાટનમાં મીત્રોને બોલાવી દારૂની પાર્ટીનું આયોજન કર્યુ હતુ. પોલીસે હુક્કાબાર ખોલવાની પરમીટ માંગતા આવી કોઈ પરમીટ ઋત્‍વીક પાસે હતી નહી. આથી પોલીસે દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૦૦, હુકકાની ૮ કોઠી કિંમત રૂપિયા ૮૦૦, હુક્કાની ફલેવરના ૧૦ પેકેટ કિંમત રૂપિયા ૫૦૦, હુક્કામાં સળગાવવાના ચીપીયા નંગ ૩ કિંમત રૂપિયા ૩૦, સીયાઝ કાર રૂપિયા ૫ લાખ, ઓડી કાર રૂપિયા ૧૦ લાખ મળી કુલ રૂપિયા ૧૫,૬૧,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા શખ્‍સો ઋત્‍વીક રાજુજી ડાભી, સીંધી એપાર્ટમેન્‍ટ, ગાંધીનગર, યુગ ચંદ્રકાંતભાઈ પટેલ, સેકટર ૧૬, ગાંધીનગર, હરપાલસીંહ જીતેન્‍દ્રસીંહ વાઘેલા, સેકટર ૨૧, ગાંધીનગર, હરેશ બટુકભાઈ મેદ્યાણી, ઓઢવ, અમદાવાદ, અમીત નવઘણભાઈ છનીયારા, ઠાકોર વાસ, પાટડી,સમીરમહમદ અબ્‍દુલકલમ, હુજઈ, આસામ,કેરૂલ રસીકભાઈ જયસ્‍વાલ, સેકટર-૩, ગાંધીનગર,રોનક અલ્‍પેશભાઈ ઠાકોર, ઉપરીયાળા, તા. દસાડા, તવકલ સલીમભાઈ સોલંકી, રતનપર, , સાહીલ યાસીનભાઈ ચૌહાણ, રતનપર, અશોક વશરામભાઈ ખટાણા, રબારીવાસ, પાટડી , મેહુલ કનાભાઈ ખાંભલા, રબારીવાસ, પાટડી, મોહસીન અકબરભાઈ ચૌહાણ, રતનપર, કામીલ મહેબુબખાન કોટવાલ, હરસીધ્‍ધી પાર્ક, અભીષેક અરવીંદભાઈ ગોસ્‍વામી, વીવાન ફલેટ, જુંડાલ, અમદાવાદનો સમાવેશ થાય છે.

(10:41 am IST)