Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જસદણ ખાતે આવેલા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું મુસ્‍લિમ સમાજ દ્વારા સન્‍માન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણ તા. ૨૬ : જસદણ રામેશ્વર મંદિર ખાતે નિરાધાર વૃધો માટે રામેશ્વર યુવક મંડળ દ્વારા વૃધ્‍ધાશ્રમ ના લોકાર્પણ કાર્યક્રમ માં આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલનું જસદણ મુસ્‍લીમ સમાજના અગ્રણી અને જિલ્લા ભાજપ લઘુમતી સમાજના પ્રમુખ અલ્લાઉદીન ફોગ,રફીકભાઈ ગોગદા, ઇમરાનભાઇ ખીમાણી, ઇલયાસભાઈ લોહિયા, મહેબૂબભાઈ પઠાણ,સબીરભાઈ કથીરી, સીરાજભાઈ ડાયાતર સહિતના આગેવાનો દ્વારા મોમેંટો અર્પણ કરી સન્‍માન કરેલ હતું.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ જસદણ ખાતે આવતા ભાજપ હોદેદારો કાર્યકરોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. આ કાર્યક્રમમાં જસદણ ધારાસભ્‍યᅠ કુંવરજીભાઇ બાવળિયા,પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઇ બોધરા,સાંસદ મોહનભાઇ કુંડારિયા,ધારાસભ્‍ય જયેશભાઇ રાદડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઇ રામાણી, દિનેશભાઇ બામભણીયા, અશોકભાઈ મેહતા,ચંદુભાઈ કચ્‍છી, ભરતભાઇᅠ છાયાણી,અશોકભાઈ ધાધલ, ભીખાભાઇ રોકડ,અનિલભાઈ મકાની, દુરગેસભાઈ કુબાવત,પંકજભાઈ ચાવ, વલ્લભભાઈ રામાણી સહિતના આગેવાનો કાર્યકર્તાઓ લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:41 am IST)