Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ઉપલેટાના મોટી પાનેલી ગોહેલ પરિવાર દ્વારા ચામુંડા માતાજીના ડાકલામાં હજારો શ્રદ્ધાળુ ઉમટી પડયા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૨૬: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મુકામે અત્રેના રેલવેસ્‍ટેશન ગ્રાઉન્‍ડમાં ગોહેલ પરિવાર તેમજ મોટી પાનેલી સમસ્‍ત કોળી સમાજના સહકાર થી ગોહેલ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના ડાકલાનું આયોજન ચોવીસ કલાક સુધી ભવ્‍ય રીતે ઉજવવામાં આવ્‍યું જેમાં સવારે માતાજીનો દિવ્‍ય યજ્ઞ સાથે ભૂવાઓના સામૈયા ભારે ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં મોટી પાનેલીના રાખડીબંધ તેમજ પઢીયાર ભુવાશ્રી સાથે આજુબાજુ ના જામજોધપુર, સીદસર, હરિયાસણ, ગીંગણી, ભાયાવદરના ભુવાશ્રીઓએ હાજરી આપી માતાજીને હરખ થી વધાવ્‍યા હતા ચોવીસ કલાક પ્રસાદ વિતરણ ચાલુ હોય મોટી પાનેલી તેમજ આજુબાજુ ના હજારો શ્રદ્ધાળુ ઓ એ માતાજીનો દિવ્‍ય પ્રસાદ પ્રેમ પૂર્વક આરોગ્‍યો હતો કાર્યક્રમનું આયોજન મોટી પાનેલી સમસ્‍ત કોળી સમાજના સાથ અને સહકારથી ગોહેલ પરિવાર દ્વારા કરવામાં આવેલ.

(10:56 am IST)