Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

રાપર નવાપરામાં બાવાજી નવોઢા માલતી કાપડીએ ગળાફાંસો ખાધો

રાજકોટ તા. ૨૬: કચ્‍છના રાપરના નવાપરામાં રહેતી બાવાજી નવોઢા માલતી આનંદ કાપડી (ઉ.૨૩)એ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.

માલતીએ ૨૩મીએ સવારે દસેક વાગ્‍યે ગળાફાંસો ખાઇ લેતાં રાપર, મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે કચ્‍છ પોલીસને જાણ કરી હતી. માલતીના માવતર અંજારના વનાળીયામાં રહે છે. પતિ છુટક મજૂરી કરે છે. દસ મહિના પહેલા જ તેણીના લગ્ન થયા છે. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:29 am IST)