Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ઉનાના આમોદરામાં ચૂંટણીના જુના મનદુઃખથી છરીના ઘા માર્યા

ઉના તા. ર૬ :.. આમોદરા ગામે ગ્રામ પંચાયતની અગાઉની ચૂંટણીનું જુના મનદુઃખ રાખી છરીના ઘા મારી ગંભીર ઇજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

તાલુકાના આમોદરા ગામે રહેતા કાનજીભાઇ સંગ્રામભાઇ સોલંકી  (ઉ.વ.૪ર) ગામમાં વડલા ચોક પાસે ઉભા હતા ત્‍યારે અમોદરાના હિંમત લખમણભાઇ જાદવ આવી અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મન દુઃખ  થયેલ તે ખાર રાખી ગાળો બોલતાો હોય. કાનજીભાઇએ ના પાડતાં વધુ ઉશ્‍કેરાઇ ગાળો આપી. છરી કાઢી છાતીના નીચેના ભાગે તથા ડાબા પડખામાં ઘા મારી ગંભીર ઇજા કરતાં સારવાર માટે ઉના દવાખાને સારવાર માટે લાવેલ અને ઉના પોલીસમાં ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પી. એસ. આઇ. જે. વી. ચુડાસમા બનાવની તપાસ કરી રહ્યા છે.

(11:47 am IST)