Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

મીઠાપુર ટાટા કેમીકલ્‍સ ડી. એ. વી. પબ્‍લીક સ્‍કુલમાં વાર્ષિક પુરસ્‍કાર વિતરણ સમારોહ

 મીઠાપુર : ટાટા કેમ. ડી. એ. વી. પબ્‍લીક સ્‍કુલનાં પ્રાંગણમાં વાર્ષિક પુરસ્‍કાર વિતરણનું આયોજન કરાયુ હતું. આચાર્ય આર. કે. શર્મા તેમજ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનોરંજક કાર્યક્રમ સાથે કરાયુ હતું. ટાટા કેમીકલ્‍સનાં વાઇસ પ્રેસીડન્‍ટ એન. કામથ તથા અન્‍ય વી. આઇ. પી. ઓ.નાં હસ્‍તે શાળાનાં શૈક્ષણીક ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃતિઓમાં પ્રથમ પુરસ્‍કાર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યા. સી. બી. એસ. ઇ. બોર્ડ પરીક્ષામાં સર્વોચ્‍ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્‍કાર અર્પણ કરાયા હતાં. મનોરંજન કાર્યક્રમ અંતર્ગત યુ. કે. જી.નાં નાના-નાનાં ભૂલકાઓ દ્વારા નૃત્‍ય પ્રસ્‍તુતી, ધો. ૧૦ નાં વિદ્યાર્થીઓ દ્વારા નાટક ‘સાર્ક ટેન્‍ક', ધો. ૭, ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા વેસ્‍ટર્ન ડાન્‍સ,  ગ્રુપ ડાન્‍સની પ્રસ્‍તુતી કરવામાં આવી. સંગીતની તાલીમ લેતાં વિદ્યાર્થીઓ દ્વારા અત્‍યંત રોચક બેડ પ્રસ્‍તુતી (રાગ-બીહુ પર આધારિત), કરવામાં આવી ધો. ૯ થી ૧ર ની વિદ્યાર્થીનીઓ દ્વારા એક સુંદર ગ્રુપ ડાન્‍સ રજૂ કરવામાં આવ્‍યો. આભાર વિધી તથા સામૂહિક રાષ્‍ટ્રગાન દ્વારા કાર્યક્રમનું સમાપન કરાયુ હતું. (તસ્‍વીર - અહેવાલ - દિવ્‍યેશ જટણીયા -મીઠાપુર)

(11:53 am IST)