Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

કોડીનારના મોટી ફાંફણી ગામે પરણીતા એ પ્રેમીના ત્રાસ થી કંટાળી આત્‍મહત્‍યા કરતા ચકચાર

કોડીનાર,તા.૨૬ : કોડીનાર તાલુકાના મોટી ફાંફણી ગામની પરણીતા એ પ્રેમી ના ત્રાસ થી કંટાળી અનાજમાં નાખવાના ટિકડા ખાઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી છે.

  આ ઘટના અંગે મળતક પરણીતાના પતિ રમેશભાઈ દેગણભાઈ બાંભણીયા એ કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યા મુજબ રમેશભાઈના નાના ભાઈ મેહુલ નો રોણાંજ ગામનો મિત્ર કૌશિક પરબત રાવલિયા મેહુલ સાથે મિત્રતાના કારણે અવારનવાર ઘરે આવતો રમેશભાઈની પત્‍ની બે બાળકોની માતા  માલવીકા સાથે આંખો મળી જતા છેલ્લા ૩ મહિના થી રમેશભાઈની પત્‍ની માલવીકાબેન ને કૌશિક સાથે પ્રેમ સંબંધ હોય કૌશિક અવારનવાર માલવીકા બેનના ઘરે આવી માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હોય તેના થી ત્રાસી ટેનશન માં આવી પ્રાસલી ગામે આવેલ મોગલ માં ના મંદિરે જઇ અનાજ માં નાંખવાના ઝેરી ટિકડા ખાઈ જતા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન માલવિકા બેન નું મળત્‍યુ નિપજતા પોલીસે આ અંગે આરોપી કૌશિક પરબત રાવલિયા સામે કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  આ ઘટના ની જાણ થતાં કોડીનાર કોળી સમાજના અગ્રણીઓ રમેશભાઈ ઉર્ફે રમેશ મામા ભુરા, જે.કે.મેર સહિતના અગ્રણીઓ હોસ્‍પિટલમાં દોડી આવ્‍યા હતા.

 મરણજનાર માલવિકાબેનની  ફાઈલ તસ્‍વીર તથા બન્ને માસુમ બાળકો કે જે ને માતા ની છત્ર છાયા ગુમાવી છે.

(11:56 am IST)