Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

કોરોનાકાળના ૨ વર્ષ પછી પૂ. વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગામે-ગામ વૈષ્‍ણવ સમાજ દ્વારા પૂજન, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે પૂ. વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. કોરોના કાળના ૨ વર્ષ પછી આજે પૂ. વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્‍સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે.

ગામે-ગામ વૈષ્‍ણવ સમાજ દ્વારા પૂજન, ધૂન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

જામનગર

દેવીજીવોના ઉધ્‍ધારક, પુષ્‍ટિ ભકિતમાર્ગ પ્રવર્તક, વૈષ્‍ણવોના પ્રાણપ્રિય અખંડ ભૂમંડલાચાર્ય જગદ્‌ગુરૂ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનો ૫૪૫મો પ્રાકટય ઉત્‍સવ આજ રોજ જામનગર વૈષ્‍ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવનાર છે.

તા. ૨૭ એપ્રિલ બુધવારશ્રી વલ્લભચોક, મોટી હવેલી, જામનગર ખાતે સાંજે ૬ કલાકે આયોજીત ધર્મસભામાં ઉત્‍સવ નાયકના ચરિત્ર પર યુવા વૈષ્‍ણવાચાર્ય પૂ.પા.ગો શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી, પૂ.પા.ગો. શ્રીરસાદ્રરાયજી તથા પૂ.પા.ગો. શ્રીપ્રેમાદ્રરાયજીના વચનામૃત તથા શાષાીજીઓ અને વિદ્વાનોના પ્રવચન થશે. તા. ૨૬ મંગળવાર તથા તા. ૨૭ એપ્રિલ  બુધવારના દિવસે શયનના દર્શન ભીતર થશે. ઉપરોકત તમામ અલૌકિક કાર્યક્રમોનો આનંદ માણવા સર્વ વૈષ્‍ણવોએ સપરિવાર મિત્ર મંડળ સહિત ઉપસ્‍થિત રહેવા જામનગર વૈષ્‍ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારીએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(12:00 pm IST)