Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

અમરેલી રાજગોર સમાજનું ગૌરવ વધારતા ડો. ખુશીબેન મહેતા એમ.બી.બી.એસ.ની પદવી એનાયત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૬:  મુળ ગરમલી (ચરખા) હાલ અમરેલી નિવાસી રસિકભાઇ બાબુભાઇ મહેતા તથા જયોત્‍સના બેનની સુપુત્રી અને સુરત શહેર ઝોન-૪માં ડીસીપી તરીકે ફરજ બજાવતા શ્રી હર્ષદ મહેતાના ભત્રીજી ડો. ખુશીબેન એ એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરી રાજગોર સમાજનું ગૌરવ વધાર્યુ છે.

શ્રીમતી એન.એચ.એલ. મ્‍યુનીસીપલ મેડીકલ કોલેજ અમદાવાદમાં અભ્‍યાસ પૂર્ણ કરી એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવતા તેમને મો. ૯૪ર૮૭ ૯૮૦પ૬ ઉપર શુભેચ્‍છકો અભિનંદન પાઠવી રહ્યા છે.

(12:52 pm IST)