Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

દિયર સાથેના સંબંધ બાબતે સાસરીયાના ત્રાસે જામનગરની પરિણીતાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: સીટી એ પોલીસ સ્‍ટેશનમાં ઘનશ્‍યામભાઈ અમરશીભાઈ વાઘેલા, ઉ.વ.૩૮, રે. મોટી વાવડી, તા.ગારિયાધાર, જિ. ભાવનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રદર્શન ગ્રાઉન્‍ડ, ઝુપડામાં મીગ કોલોની પાસે ફરીયાદી ઘનશ્‍યામભાઈની બહેન દયાબેનને અગાઉ તેના દિયર આરોપી ભરતભાઈ ગંભીરભાઈ પરમાર સાથે સંબંધ હોય જે બાબતે તેના પતિ આરોપી હનુભાઈ ગંભીરભાઈ પરમાર તથા દયાબેનના સાસુ કાન્‍તાબેન ગંભીરભાઈ પરમાર રે. જામનગરવાળા ત્રણેય આરોપીઓ દ્વારા ઘણા સમયથી અવાર નવાર  દયાબેનને માનસીક તથા શારીરીક ત્રાસ આપતા હોય તેમજ દયાબેનના પિયરમાં ન જવા દઈ દુઃખ ત્રાસ આપી મરણજનાર દયાબેનને મરણ જવા માટે મજબુર કરી દેતા દયાબેને પોતાના હાથે ઝુપડામાં ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધેલ છે.

વાહન પાર્ક કરવા બાબતે છરી વડે હુમલો

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં અમીનભાઈ ઉમરભાઈ ખુરેશી, ઉ.વ.૩પ, રે. નાગરપાડો, ફુલવાળી પાસે, જામ ખંભાળીયા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સુભાષ શાકમાર્કેટ, સિઘ્‍ધનાથ પાન પાસે, જામનગરમાં ફરીયાદી અમીનભાઈ તથા સાહેદ આમદભાઈને આઈસર ગાડી પાર્ક કરવા બાબતે આરોપી ભવનેશ રાઠોડ, જીમેશ રાઠોડ, રે. ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજા કરી આરોપી જીમેશ રાઠોડ એ છરી વડે ફરીયાદી અમીનભાઈને ડાબા હાથની હથેળીમા એક ઘા મારી સારવાર ના ટાંકા ની ઈજા કરી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

પાંચ હાટડી પાસે વર્લીમટકા

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, પાંચ હાટડી, એમ.કે. હોટલની સામે, ઓટલા પર, કલ્‍પેશભાઈ કાન્‍તીલાલ સોમૈયા, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી રોકડા રૂ.૧,પ૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

જામનગર એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં બેગમાંથી ૧૦ બોટલ દારૂ ઝડપાયો

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. વિનોદભાઈ જેશાભાઈ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, એસટી બસ સ્‍ટેન્‍ડના અંદરના ભાગે પ્‍લેટ ફોમૃ નં.પ/૬ માં આવેલ સીમેન્‍ટના બાકડા નીચેથી કાળા કલરની બેગમાં વિદેશી દારૂ વ્‍હીસ્‍કીની બોટલ નંગ-૧૦, કિંમત રૂ.પ,૦૦૦/- તથા અસલ વિજવપરાશ બીલ તથા નાણા ભર્યાની અસલ પહોંચ તથા કાળા કલરનું બેગ મુદામાલ બિનવારસું હાલતમાં મળી આવેલ છે.

(1:13 pm IST)