Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

મીઠાપુરમાંથી મોટા પ્રમાણમાં જીવતા કારતૂસ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ''ઓપરેશન સાગર સુરક્ષા કવચ'' ની કામગીરી વચ્ચે આરંભડા ગામના પુલ નીચેની મોટો જથ્થો મળતા પોલીસ તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૬ : દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં મીઠાપુર નજીકના આરંભડા ગામમાંથી મોટા પ્રમાણમાં જીવતા કારતૂસ મળી આવતા પોલીસ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક તરફ ઓપેરશન સાગર સુરક્ષા કવચની કામગીરી ચાલી રહી છે.  તો બીજી તરફ કારતૂસ પકડાતા પોલીસ ટીમો તપાસમાં લાગી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મીઠાપુર નજીકના આરંભડા ગામના પુલ નીચે એક યુવક કરચલા વિણવા  ગયો હતો ત્યારે તેને એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો  જેથી તેમણે માછીમાર આગેવાનોને જાણ કરી હતી. આગેવાનોએ એસ.ઓ.જી.ના અશોકભાઇને જાણ કરી હતી. જેથી તપાસ હાથ ધરતા  કોથળામાં ૩૯ જેટલા મોટા પ્રમાણમાં કારતૂસ મળી આવ્યા હતા. આ કારતૂસ પોલીસે જપ્ત કરીને આ કારતૂસ આ વિસ્તારમાં કોણ લાવ્યું છે ? કારતૂસ લાવવા પાછળનો ઇરાદો શું છે ? તે સહિત જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
આ માટે દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ.ઓ.જી. ટીમ, મીઠાપુર પોલીસ ટીમ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે.
આ અંગે દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ ટીમે બપોર બાદ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરવામાં આવનાર છે.

 

(3:20 pm IST)