Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ઉપલેટાના ઢાંકમાં ૨ ઇંચ

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક,તા.૨૬ : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ઉકળાટ બાદ બપોરના ૧:૩૦ વાગ્યાથી ૫ વાગ્યા સુધીનો ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. ૨ ઇંચ જેટલા વરસાદથી ખેતરોમાં ઉભેલા મોલને જીવનદાન મળ્યુ હતું. તથા આજુબાજુના વિસ્તારોમાં સારા એવા વરસાદથી ખેડુતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. 

(11:58 am IST)