Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ઉપલેટા આશાપુરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ૧૦ હજાર ફુલસ્કેપ ચોપડા

ઉપરાંત તા.૨૩ : ઉપલેટા શહેરમાં વિવિધ તહેવારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થતુ સેવાભાવી આશાપુરા એજયુકેશન ટ્રસ્ટ વિદ્યાર્થીઓને રૂપિયા બે લાખના ફુલસ્કેપ ૧૦ હજારથી વધુ ચોપડા વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ રાજકીય જાહેર જીવનમાં એક કહેવત છે કે જે નેતાઓ ચુંટણી જીતી જાય છે તેવા નેતાઓ ફરી પાછા ચુંટણી સમયે જ દેખાતા હોય છે પણ શહેરના વોર્ડનં.૩માં છેલ્લા ૪૦ વર્ષથી ચુંટાતા નગરસેવક રણુભા જાડેજાએ નગરસેવક હોય તો એવુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.ટ્રસ્ટ અને ન.પા.ના પુર્વ પ્રમુખ રણુભા જાડેજા તેમના દિકરા અને રાજપુત સમાજના પ્રમુખ હરપાલસિંહજી અને નગરશિક્ષણ સમિતીના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહજી જાડેજા દ્વારા જૂદા જૂદા તહેવારો નિમિતે ગરીબ લોકોને વિનામુલ્યે વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ચોપડાનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યમાં ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, દાનભાઇ ચંદ્રવાડીયા, કિરીટભાઇ પાદરીયા, ગોપાલભાઇ ઝાલાવડીયા, નિકુલભાઇ ચંદ્રવાડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

(12:03 pm IST)