Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો દ્વારા ગુરૂવંદના

જામનગર : સનાતન સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુનું પૂજન કરવું તેવું વેદોમાં જણાવેલ છે. ગુરુપૂર્ણિમાના આ દિવસે મહાભારત અને પુરાણો સહિત સનાતન ગ્રંથોના રચિયતા વેદ વ્યાસજી નો જન્મ થયેલ તેઓ ને આદિગુરુ પણ કહેવામાં આવે છે, તેઓના સમ્માનમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં 'ગુ' નો અર્થ અંધકાર અને 'રૂ' નો અર્થ તેને દૂર કરવો થાય છે. એટલેજ અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઇ જનાર ને ઙ્કગુરુઙ્ખ કહેવામાં આવે છે. આ તાત્વીક મહત્વ જાળવવા તેમજ પરંપરા નુ જતન કરવા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના હોદેદારો દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે શહેરના મહંતો ધર્મગુરુઓ સંતો ને વંદન કરી આશીર્વાદ મેળવવા મા આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, ગુજરાત રાજય કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગુજરાત રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ દિલ્લી શત્ર ચાલુ હોય તેમના પ્રતિનિધિ (જીતભાઈ માંડમ), શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબહેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસે ૫-નવતનપુરી ધામ ખીજડા મંદિરના ગાદીપતી ૧૦૦૮ પૂ. શ્રી કૃષ્ણમણીજી મહારાજશ્રી , હવેલીનાં પ.પૂ. ગો. શ્રી વલ્લભબાવાજી ,આણદબાવા આશ્રમનામહંત શ્રી દેવપ્રસાદ મહારાજ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મનિધિદાસજી તથા સ્વામી ચત્રભુજદાસજી સહિતના ધર્મગુરુઓને વંદન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.આ રીતે ગુરૂપુર્ણીમાનો ધર્મોત્સવ અદર પુર્વક હોદેદારો દ્વારા ઉજવવામા આવ્યો. પૂર્વ શિક્ષણ સમિતિ વાઇસ પ્રેસિડન્ટ ચંદ્રવદન ત્રિવેદી તથા કેતન જોશી દ્વારા કાર્યક્રમનું સફળ સંકલન કરેલ. તેમ ભાજપ શહેર મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:53 pm IST)