Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કચ્છમાં હજુ કોરૃઃ રાપરમાં માત્ર ૧ ઇંચ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.ર૬ : કચ્છમાં હજુ મેઘરાજા મહેરબાન થયા નથી. સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થઇ છે. પરંતુ કચ્છ હજુ કોરૂ છે.

શનીવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે. ત્યારે કાલે સાંજના ૪ વાગ્યા સુધી કચ્છમાં સાર્વત્રીક વરસાદ પડયો  ન હતો.

કાલે પ વાગ્યા પછી કચ્છના રાપરમાં એક ઇંચ, ભચાઉમાં અડધો ઇંચ તથા કચ્છના અન્યત્ર વિસ્તારોમાં ધાવાડીયા માહોલ સાથે ઝરમર વરસાદ પડયો હતો.

(12:54 pm IST)