Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબી-માળિયા વિધાનસભા અને હળવદ શહેર આઈ.ટી.એસ.એમ ટીમની રચના: ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની વરણી

મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠનના હોદેદારોની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મોરબી માળિયા વિધાનસભા આઈટી એસએમ અને હળવદ શહેર આઈટીએસએમ ટીમની નિમણુક કરવામાં આવી છે
જેમાં મોરબી માળિયા વિધાનસભા એસ.એમ. ટીમમાં ઇન્ચાર્જ તરીકે ગોવિંદભાઈ ઘોડાસરા અને સહ ઇન્ચાર્જ તરીકે પ્રતિકભાઈ પંડ્યા, માળિયા વિધાનસભા આઈટી ટીમના ઇન્ચાર્જ દીપકભાઈ મંગે અને સહ ઇન્ચાર્જ ભાવિકભાઈ મારવાણીયા, હળવદ શહેર આઈટી ટીમના ઇન્ચાર્જ તરીકે મધુરમભાઈ ડેલાવાળા અને સહ ઇન્ચાર્જ તરીકે ધર્મેશભાઈ જોષી જયારે એસ એમ ટીમ હળવદ શહેરના ઇન્ચાર્જ તરીકે મીલીશભાઈ મહેતા અને સહ ઇન્ચાર્જ તરીકે ઘનશ્યામભાઈ કાંગસીયાની નિમણુક કરાઈ છે

(2:42 pm IST)